________________
શેરબજારની સિસ્મોલોજી
પ્રાસ્તાવિકમ
સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિન્દુ ગ્રન્થમાં ઉચિત વ્યવસાયની વ્યાખ્યા આપી છે : कुलक्रमागतमनिन्द्यं विभवाद्यपेक्षया न्यायतो अनुष्ठानमिति
અહીં તાત્પર્ય જોતા ચાર મર્યાદા બાંધી છે :
(૧) તમારો ધંધો બીજાના ધંધાને ચોપટ કરનાર ન હોય.
શેરબજાર કોઈ એક વ્યક્તિના કે જૂથના ધંધાને અથવા કોઈ એક ખાસ ધંધાને જ નહીં, પણ મોટા ભાગની તમામ બજારોને ભારે હાનિ પહોંચાડનાર પુરવાર થયું છે.
(૨) ઉચિત વ્યવસાય ક્યારેય લોકમાં તિરસ્કૃત ન બને.
મોટી ઊથલપાથલ થાય છે ત્યારે હજારો લાખો પરિવારો પીડાય છે. અનેક માનસરોગોના દર્દીઓથી ક્લિનિકો ઊભરાય છે. આત્મહત્યા અને માનહાનિના ભરડામાં અનેકના મન નંદવાય છે ત્યારે શેરબજાર નિંદાય
છે.
(૩) જે ધંધો સ્વકીય વ્યાપારયોગ્ય મૂડીની મર્યાદામાં રહીને થાય તે ઉચિત ધંધો કહેવાય.
૧૬ )