Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 6
________________ શેરબજારની સિસ્મોલોજી અનિવાર્ય છે. તેમ જીવનમાં સંતોષનો સીટબેલ્ટ બાંધવો અનિવાર્ય છે.” - ટૂંકા પણ ચોંટદાર સૂત્રો મુનિશ્રીનાં અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તકનાં પણ ઘરેણાં છે. શ્રમમુક્ત અને સ્ટ્રેસયુક્ત જીવનશૈલીમાં લોકો પોરવાયા છે.” “રૂપિયા ખિસ્સામાં ગોઠવાય એ નાનું જોખમ છે. રૂપિયા મગજમાં ગોઠવાય તે મોટું જોખમ છે..” લેખક સંપત્તિનું જીવનમાં મહત્ત્વ સ્વીકારે છે પણ તેની પાછળની ઉંદરદોડ તરફ લાલબત્તી ધરે છે. “સંપત્તિ એ ગૃહસ્થ જીવનમાં અગત્યનું સાધન છે. છતાં એ સાધન કક્ષામાં રહે, સાધ્ય કક્ષામાં ન આવી જાય તે જરૂરી લેખકનું પુસ્તક લખવાનું પ્રયોજન લેખકે વ્યક્ત કરેલી આ પ્રાર્થનામાં વ્યક્ત થાય છે. * “સ્વસ્થતા એ સૌનો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકારને જાળવી રાખવામાં સહુને સફળતા મળે. સહુની સબુદ્ધિ વિસ્તાર પામે. સહુ સંતોષવૃત્તિના વૈભવને પામે.. સહુની પ્રસન્નતા અખંડ સૌભાગ્યવતી રહે. સહુ આ પુસ્તક વાંચે જ નહિ – જીવે તો લેખકની આ અભિલાષા ફળે એવું થાય. એ જ પ્રાર્થના.. હસમુખ પટેલ * આ પ્રસ્તાવનામાં વ્યક્ત થયેલા વિચારો પ્રસ્તાવકના વ્યક્તિગત વિચારો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 78