Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 5
________________ શેરબજારની સિસ્મોલોજી ઉદયવલ્લભવિજય મ.સા. જેવા સંવેદનશીલ વ્યક્તિ તે અનુભવે તેવું બને જ નહીં. તેમની સંવેદના આ પુસ્તકમાં વ્યક્ત થઈ છે. શેરબજારની આ પૂલ ઘટનાઓને તેમણે સમાજશિક્ષણનું માધ્યમ બનાવ્યું છે. સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતો ય વાચક સમજી શકે તેવી સરસ ભાષામાં ક્રિકેટની રમત જેવાં લોકભોગ્ય ઉદાહરણો દ્વારા લેખકે પોતાની વાત ચોંટદાર રીતે કહી છે કે સામાન્ય લાગતાં ઉદાહરણોમાંથી આટલી અસરકારકતા ઊભી કરવાની તેમની કુશળતા સરાહનીય છે. શેરબજારમાં રોકાણ સમજી, વિચારી, અભ્યાસ કરીને જ કરવું જોઈએ. લાલચમાં આવી આમ માણસ વગર વિચાર્યું તેમાં ઝંપલાવે ત્યારે તેના બૂરા હાલ કેમ થાય છે તે લેખકે અસંખ્ય ઉદાહરણોથી સમજાવ્યું છે. ઉદાહરણો અને રૂપકોથી આવો આમ માણસ સમજી શકે તે રીતે શેરબજારનું સ્વરૂપ અને વર્તન સ્પષ્ટ કર્યું છે. શેરબજારના માધ્યમથી પોતાનું જીવનદર્શન વ્યક્ત કરવાની તક લેખકે જતી નથી કરી. “માણસ એ રીતે સટ્ટો કરે છે. જાણે જીવનભરનું કમાઈ લેવા માટે તેની પાસે ગણતરીના જ દિવસો હોય...” “માટી નાંખતા તમામ ખાડાઓ પુરાય છે, પણ લોભ એક એવી ખાઈ છે જ્યાં માટી નાંખતા તેનું ઉંડાણ વધે છે.” . લેખક જીવનમાં સંતોષનું મહત્ત્વ સૂચવે છે. “મુસાફરી દરમ્યાન સીટબેલ્ટ બાંધવો ફરજિયાત ન હોય તો પણPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 78