Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
વિશિષ્ટ સાહિત્યસર્જક આચાર્યદેવશ્રી પૂજ્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબને આ લખાણ તપાસી જવા વિનંતિ કરતાં સહર્ષ અમારી વિનંતિ સ્વીકારીને ઘણા કામોમાં વ્યસ્ત હોવા છતાં અમૂલ્ય સમય કાઢીને અમારું આ લખાણ સાદ્યન્ત વાંચી આપ્યું છે અને ક્યાંય ક્યાંય યોગ્ય રીતે સુધારી આપ્યું છે. તેથી આ બન્ને મહાત્મા પુરુષોનો હું ઘણો જ ઋણી છું. આ સમયે તેઓનો બહુ આભાર માનું છું–
તથા પ્રકાશન વેળાએ પંડિતજી શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ “મારૂં પોતાનું આ પુસ્તક છે” એમ માનીને ઝીણવટભરી દષ્ટિએ મુદ્દો સુધારી આપ્યાં છે. વિષયવિવેચનને બારીકાઈથી જોઈ આપેલ છે. તથા પંડિતરત્ન શ્રી માણેકલાલભાઈ સોનેથાએ પણ પોતાના બહોળા અનુભવ પૂર્વક પ્રફો વાંચી આપવામાં ઘણો સહયોગ આપેલ છે. આ બન્ને વ્યક્તિઓનો “આત્મીયતા” બતાવવા બદલ આ સમયે ઘણો આભાર માનું છું.
આ સ્તવનનું અર્થગાંભીર્ય ઘણું જ છે. ઘણી કાળજી અને ઉપયોગ રાખીને વિવેચન લખ્યું છે. છતાં છબસ્થતા અને અનુપયોગ દશા આદિના કારણે કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય, અથવા કોઈ પણ જાતનો અર્થવિપર્યય થઈ ગયો હોય તો તે બદલ સંઘસમક્ષ ક્ષમા યાચના કરું છું. તથા કોઈ પણ ક્ષતિ જણાય તો તુરત જણાવવા વિનંતિ કરૂં છું.
આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ અને છાપકામ કરવા બદલ ભરત ગ્રાફીના શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈનો પણ આભાર માનું છું, ચતુર્વિધ શ્રી સંઘ આ પુસ્તકનું સુંદર અધ્યયન કરી સર્વકર્મો ખપાવી તુરત મુક્તિમાળાને વરે. એજ આશા.
૭૦૨, રામશા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯ ફોન. (૦૨૬૧) ૨૬૮૮૯૪૩.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org