Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 9
________________ છે. પૈસાથી જ ધર્મ જણાવે છે. તેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી પ્રથમ ઢાળમાં ઉપકારક બુદ્ધિથી ઘણું ઘણું કહી દીધું છે. જો આ વિષયનું હૃદયની લાગણી પૂર્વક ચિંતન-મનન કરવામાં આવે તો હૃદયને ઘણું જ પલ્ટી નાખે તેમ છે. આત્માર્થી મહાત્માઓને ઘણી ઘણી અસર થાય તેવું સુંદર ઉપાધ્યાયજી મહારાજશ્રીનું કથન છે. તથા વિષયરસિક અને માનભુખ્યા જીવોને દુઃખ થાય તેવું પણ આ કથન છે. મધ્યસ્થવૃત્તિ રાખીને આત્માને કેવળ તારવાની બુદ્ધિથી જો વિચારીએ તો આ સ્તવન ઘણી સબુદ્ધિ આપનાર છે. આ સ્તવન ભાન ભૂલેલા જીવને માર્ગે લાવનાર છે. છેલ્લી ઢાળમાં ફક્ત ભક્તિ રસથી પ્રભુને વારંવાર સંસારથી તારવાની વિનંતી કરેલ છે. આવાં ઉપકારક શાસ્ત્રોનું અધ્યયન વારંવાર કરવા જેવું છે. વાગોળવા જેવું છે અને કંઠસ્થ કરવા જેવું છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. સાહેબનું સંક્ષિપ્ત જીવચરિત્ર, અમોએ તેઓની બનાવેલી “આઠદષ્ટિની સજઝાય” અને “સમક્તિ સડસઠ બોલની સઝાય” ઉપર જે વિવેચન લખીને પ્રકાશિત કર્યું છે. તેમાં આપેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ' આ ૧૨૫ ગાથાના સ્તવનનો અર્થ ગંભીર, સૂક્ષ્મબુદ્ધિગમ્ય, અને પોતાની ખોટી માન્યતાને ત્યજાવવા ગાલ ઉપર તમાચા મારવા સમાન છે. તેથી ચંચળતાઅંતર્હષ અને નિશ્ચયનયાદિ પ્રત્યેનો દુર્ભાવ ત્યજીને આ સ્તવન ભણવા જેવું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવતાં, તેઓશ્રીની આ વિષય ઉપર વિવેચન લખવાની વારંવાર પ્રેરણા થવાથી અને વિદેશના ભાઈ-બહેનોનો સહયોગ મળવાથી અમે વિવેચન લખીને પ્રકાશિત કરવાનું યથામતિ અને યથાશક્તિ આ કામ કર્યું છે. ૧૩૦૦ બુકો સિકાગોમાં વસતા શ્રી ચંદ્રકાન્તભાઈએ, ૩૦૦ બુકો LAમાં વસતા રમેશભાઈએ, અને ૧૦૦ બુકો . શ્રી યશોવિજયસૂરિજી મહારાજશ્રીએ નોંધાવીને આ કાર્ય કરવામાં તેઓ મને વધારે પ્રેરક બન્યા છે. તેથી આ સમયે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગુજરાતી વિવેચન લખાયા પછી, અમારા વિશેષ ઉપકારી અને અમારા દેશમાં વધારે વિચરેલા પૂજયપાદ પ્રાતઃસ્મરણીય ૐકારસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન સરળસ્વભાવી, અધ્યાત્મપ્રિય આચાર્યદેવશ્રી પૂજ્ય યશોવિજયસૂરીશ્વરજી મ.શ્રી તથા સિદ્ધાન્તરસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 292