Book Title: Savaso Gatha nu Hundi nu Stavan Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ પરમાત્માને “અમને આ દુઃખદર્દમાંથી બચાવો” આવા પ્રકારની વિનંતી કરવારૂપે ૧૨૫-૩૫૦ ગાથાનાં આ સ્તવનો બનાવ્યાં છે. (૧૨૫ ગાથાના સ્તવનમાં નિશ્ચયનયથી અને વ્યવહાર નથી “ધર્મતનું સ્વરૂપ” સમજાવ્યું છે. ૧૫૦ ગાથાના સ્તવનમાં આગમપાઠોની સાક્ષી આપીને ભૂતકાળના ઉદાહરણો સાથે મૂર્તિમંદિરની આવશ્યકતા સમજાવી છે. અને ૩૫૦ ગાથાના સ્તવનમાં ખોટી ખોટી દલીલો ઉભી કરીને સાધુ જીવનમાં લેવાતા શિથિલાચારને દૂર કરવા જોરદાર ઉત્તરો આપ્યા છે.' આ સ્તવન ૧૨૫ ગાથાનું છે. જૈન સમાજમાં કેટલોક વર્ગ કેવળ એકલા નિશ્ચયનયનું જ અવલંબન લઈને ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરનાર બન્યો છે. નિમિત્ત કંઈ કરતું જ નથી. આમ સમજાવી ત્યાગ-તપમય ક્રિયામાર્ગથી દૂર રહેનાર બન્યો છે. અને બીજો કેટલોક વર્ગ કેવળ એકલા વ્યવહાર નયનું જ અવલંબન લઈને જ્ઞાનમાર્ગનો ઉચ્છેદ કરનાર બન્યો છે. ક્રિયામાર્ગમાં જ રચ્યો પચ્યો રહ્યો છતો સર્વથા જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરનાર બન્યો છે. નિમિત્તને જ માત્ર વળગી રહી, તે નિમિત્ત જ મારું કલ્યાણ કરનાર છે. એમ માની જ્યાં ત્યાં બાહ્ય ભાવમાં જ ઓતપ્રોત બન્યો છે. આવા પ્રકારનાં બન્ને એકાન્તવાદી જીવોને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પ્રથમની ૨ થી ૪ ઢાળમાં નિશ્ચયનયથી અને પાછળની ઢાળ ૫ થી ૧૦માં વ્યવહારનયથી ધર્મનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ગ્રંથકારશ્રી નિશ્ચયનયથી સમજાવે છે કે હે આત્મન્ ! ધર્મ તો તારા પોતાના આત્મામાં જ છે. બહાર ક્યાં ભટકે છે ! આત્માને જ વિષય-કષાયોની પ્રબળ વાસનાઓથી દૂર કરવો એ જ પારમાર્થિક ધર્મ છે. પરિણતિને નિર્મળ કરવી. પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનય-વિવેક આદિ ગુણોને પ્રાપ્ત કરવા એ જ સાચો આત્મધર્મ છે. આ વિષય બહુ જ સુંદર રીતે સમજાવ્યો છે. આવા પ્રકારની તત્ત્વપ્રાપ્તિ પ્રત્યે સાધનભાવે જે જે ધર્માનુષ્ઠાન કરાય છે. તે સર્વે વ્યવહારનયથી ધર્મ છે. વર્તમાન કાળમાં નિશ્ચયદષ્ટિને સર્વથા ભૂલી ગયેલા, અને અર્થની તથા કામની વાસનામાં ફસાયેલા, પોતાના સ્વાર્થનેજ સાધવાની મનોવૃત્તિવાળા કેટલાક કેવલ વેષધારી આત્માઓ જે ઉન્માર્ગની દેશના આપે છે. ભદ્રિક લોકોને ફસાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 292