Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના અનંત ઉપકારી પરમાત્મા શ્રી વીતરાગદેવના શાસનમાં જણાવ્યા પ્રમાણે આ સંસારમાં અનંતાનંત જીવો છે. અને તે સર્વે જીવો અનાદિકાળથી કર્મવાળા છે. આ જીવ કર્મના સંયોગથી સંસારી કહેવાય છે. અને કર્મરહિત થવાથી મુક્ત કહેવાય છે. જીવ, કર્મ અને તે બન્નેનો સંયોગ, આ ત્રણ વસ્તુ છે અનાદિની. પરંતુ ધર્મમય પુરુષાર્થ વિશેષ કરવાથી આ સંયોગનો વિયોગ કરી શકાય છે. આથી જીવને કર્મોથી વિખુટો કરવા માટે ધર્મમય પુરુષાર્થની જરૂર રહે છે. જેમ ખાણમાં સુવર્ણ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથી માટીમય મેલથી સંયુક્ત જ હોય છે. પરંતુ ખારપૂર્વકના અગ્નિના તાપથી તે બન્નેને છુટા પાડીને શુદ્ધ સુવર્ણ બનાવી શકાય છે. તેવી જ રીતે ધર્મમય પુરુષાર્થથી જીવ અને કર્મ છુટા પાડી શકાય છે. માટે જ સર્વે મહર્ષિ પુરુષો શાસ્ત્રોમાં “ધર્મતત્ત્વ’” સમજાવતા આવ્યા છે અને જીવનમાં આચરતા આવ્યા છે. આ સંસારમાં “ધર્મતત્ત્વ” સમજાવવા દ્વારા પરોપકાર કરવા જેવો બીજો કોઈ પરોપકાર જ નથી. કારણ કે ધન-વસ્ત્ર-આહાર અને વસવાટ વગેરેના દાનથી જે પરોપકાર થાય છે. તે અલ્પકાલીન તૃપ્તિજનક છે. અને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા જીવો કર્મક્ષય કરીને જ્યારે મુક્તિપદ પામે છે. ત્યારે અનંતકાળ સુધી સુખજનક બને છે. અને મુક્તિ ન પામે, ત્યાં સુધી પણ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરવા દ્વારા સુખમય જીવન જીવનારા બને છે. તેથી મહાપુરુષો ધર્મ તત્ત્વ સમજાવે છે. અને સર્વે સંસારી જીવોએ આ ધર્મતત્ત્વ સમજવાનું હોય છે. જેમ “અર્થ” એ કામનું સાધન છે. તેવી જ રીતે “ધર્મ” એ ‘“મોક્ષ’”નું સાધન છે. અર્થ અને ધર્મ આ બે સાધન છે. અને કામ તથા મોક્ષ આ બે સાધ્ય છે. સંસારસુખના અર્થી જીવોને જેમ અર્થ અને કામ પ્રિય હોય છે. તેવી જ રીતે મુમુક્ષુ આત્માઓને ધર્મ અને મોક્ષ પ્રિય હોય છે. આ કારણથી પૂર્વાચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 292