Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૩
કેવી રીતે કરી શકાય, દુઃખના સમયમાં માનવે શું કરવું જોઈએ, તે પણ આ પુસ્તકમાં આલેખાયું છે.
મહારાજા વિક્રમ જન સેવા છતાં દરેક ધર્મ માટે સમભાવ રાખતા હતા, સન્માન કરતા હતા. કઈ પણ ધર્માનુલંબી માટે સહેજ પણ અચકાયા સિવાય તેમનાં કાર્યો કરવા તત્પર રહેતા.
જીવદયા અને સમાનતાનું મહાન સૂત્ર આ પુસ્તકમાંથી વાચકને મળી આવશે તે તેની વિશિષ્ટતા છે.
આ પુસ્તક એક અમૂલ્ય રત્ન છે. પરંતુ તે જાણકાર માટે. અજ્ઞાનીના હાથમાં રત્ન હેય પણ તે તે તેને કાચ જ સમજવાને, પણ જાણકાર રત્ન જ જાણવાને. તે જ પ્રમાણે આ પુસ્તકનું મૂલ્યાંકન સુજ્ઞ વાચક જ કરી શકવાને.
પરમ પૂજ્ય પ્રવર્તક મહારાજશ્રીએ આ પુસ્તકને સરળ અને સુવાચ્ય બનાવવા જે પરિશ્રમ લીધે છે, તે પુસ્તક વાંચતા સહેજે સમજી શકાય છે. આ પુસ્તક આબાલવૃદ્ધ પ્રત્યેકને આનંદ-જ્ઞાન આપશે તેમ હું માનું છું.'
પ્રસંગોને અનુરૂપ ચિત્રો હેવાથી પુસ્તક વાચનારને આકર્ષા વિના રહેશે નહિ. સાથે સાથે વાંચવાની જિજ્ઞાસા પણ ઉત્પન કરશે.
દૂધ અને પાણીમાંથી જેમ હંસ માત્ર દૂધ જ ગ્રહણ કરે છે તેમ વાચક પણ આ પુસ્તકમાંથી ગુણ ગ્રહણ કરશે એમ હું માનું છું.
આ પુસ્તક વાચતા ગુર્જર લોકકવિ શામળ ભટે “બત્રીસ પુતળી' માં આપ્યું છે તેનાથી અધિક આ પુસ્તકમાંથી ઉપલબ્ધ થશે. સાથે સાથે જનાચાર્યોની બુદ્ધિને પણ પરિચય થશે.
વાચક આ પુસ્તક વાંચી સંસ્કૃતમાંથી હિંદીકરણ કરનાર મહારાજશ્રીને શ્રમ સફળ કરશે તે સાથે ઈતિ.
-કૃષ્ણપ્રસાદ ભટ