________________
સંક્ષિપ્ત તરંગવતી કથા
(તરંગલોલા)
મંગળ જરા અને મરણના મગરોથી ભરપૂર એવા દુ:ખસમુદ્રને જે સિદ્ધો પાર કરી ગયા છે અને ધ્રુવ, અચલ, અનુપમ સુખને પામ્યા છે તે સહુને (પ્રથમ) વંદના કરીને, (પછી) હું વિનયપૂર્વક અંજલિપુટ રચી, મસ્તક નમાવીને સંઘસમુદ્રને વંદન કરું છું— એ સંધસમુદ્ર કે જે ગુણ, વિનય, વિજ્ઞાન અને જ્ઞાનના જળથી પરિપૂર્ણ છે. (૧-૨). કલ્યાણ હે સરસ્વતીનું–જે સરસ્વતી સાત સ્વરે અને કાવ્યવચનોનો આવાસ છે,
અને જેના ગુણપ્રભાવે, મૃત કવિવર પણ પોતાના નામથી જીવિત રહે છે. (૩). કલ્યાણ હે વિદ્વત પરિષનું–જે પરિષદ્ કાવ્યસુવર્ણની નિકષશિલા છે, નિપુણ કવિઓની સિદ્ધિભૂમિ છે, અને ગુણદોષની જાણકાર છે. (૪).
સક્ષે૫કા૨નું પુરવચન પાદલિપ્ત (ઓ) તરંગવતી નામની કથા રચેલી છે, તે વૈચિયપૂર્ણ, ઘણા વિસ્તારપ્રસ્તારવાળી અને દેશ્ય શબ્દોથી યુક્ત છે. (૫). તેમાં કેટલેક સ્થળે મનોરમ કુલકે, અન્યત્ર યુગલો અને કાલાપકો, તો અન્યત્ર પકો( નો પ્રવેગ ) છે, જે સામાન્ય (પાઠક) માટે દુર્બોધ છે. (૬). (આથી કરીને) એ કથા નથી કોઈ (હવે) સાંભળતું, નથી કોઈ કહેતું કે નથી કેાઈ તેની વાત પૂછતું : કેવળ વિદુર્ભાગ્ય હોઈને સામાન્ય જન તેને શું કરે ? (૭). (એટલે મેં) પાદલિપ્તસૂરિની ક્ષમા યાચીને, સામાન્ય જનોના હિતમાં–અને, “આ કથાને
ક્યાંક સર્વથા ઉચ્છેદ થઈ જશે” (એમ) વિચારીને, તે સૂરિની રચેલી ગાથાઓમાંથી ચયન કરી, દેશ્ય શબ્દ ગાળી નાખી, કથાને સારી રીતે સંક્ષિપ્ત બનાવીને અહીં પ્રસ્તુત કરી છે. (૮-૯).
પ્રસ્તાવના ચથકાર
વિશાળ વસતિસ્થાનોવાળી અને કુશળ લોકોથી ભરપૂર કાસલા નામે એક લોકવિખ્યાત નગરી હતી–જાણે કે ધરતી ઉપર ઉતરી આવેલો દેવલોક! (૧૦). ત્યાં બ્રાહ્મણો, શ્રમણો, અતિથિઓ અને દેવે પુજાતા હોવાથી સંતુષ્ટ થયેલા દેવો ત્યાંનાં કુટુંબોમાં પુષ્કળ. ધન વરસાવતા હતા. (૧૧). તે નગરીના (રહેવાસી) ગુલિત શ્રમણ પાદલિપ્તની અદ્ધિનું આ સાહસ તમે અવિક્ષિપ્ત અને અનન્ય ચિરો, મનથી સાવધાન થઈ ને સાંભળો. (૧૨). બુદ્ધિ દૂષિત ન હોય, તો આ પ્રાકૃત કાવ્ય રૂપે રચેલી ધર્મકથા સાંભળો : જે કોઈ કલ્યાણકારક ધમનું શ્રવણ કરે તે જમલોક જોવામાંથી બચે. (૧૩).
કથાપીઠ મગધદેશ
મગધ નામે દેશ હતો. ત્યાંના લોકો સમૃદ્ધ હતા. ઘણાં બધાં ગામો અને હજાર ગૂઠાથી તે ભરપૂર હતે. અનેક કથાવાર્તામાં તેના નામની ભારે ખ્યાતિ હતી. (૧૪). તે નિત્ય ઉત્સવોના આવાસરૂપ હતો; પરચક્રનાં આક્રમણે, ચરો અને દુકાળથી મુક્ત હતો; બધા જ પ્રકારની સુખસંપત્તિવાળે તે દેશ જગપ્રસિદ્ધ હતો. (૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org