________________
સંક્ષિપ્ત તરંગવતી કથા
(તરંગલાલા) પ્રાચીન કાવ્યોમાં, પ્રબંધમાં અને લોકકથાઓમાં તેમ જ ઇતિહાસમાં મળતી, ગોદાવરીકાંઠેના પ્રતિષ્ઠાનનગરમાં (હાલના પૈઠણમાં) રાજય કરતા સાતવાહન-હાલની કીર્તિગાથા વિક્રમાદિત્યની કીર્તિગાથાથી પણ વધુ ઉજવળતા ધરાવે છે. તેનું કવિવત્સલ' બિરુદ હતું, અને બૃહકથાકાર ગુણાઢય જેવા અનેક કવિઓ તેની રાજસભાના અલંકાર હોવાની અનુશ્રુતિ પ્રાચીન કાળથી મળે છે. તેના રાજકવિઓ અને કવિમિત્રોમાં પાદલિપ્તસૂરિ, પાલિત્ત કે શ્રીપાલિતને પણ સમાવેશ થયો હતો.
આશરે સાતમી શતાબ્દીથી પ્રચલિત જૈન પરંપરા પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ તરંગવતી' નામે એક અદભુત પ્રાકૃતિકથા રચી હતી. પછીના પ્રાકૃત કથાસાહિત્ય પર તેને સારો એવો પ્રભાવ પડ્યો જણાય છે. દુર્ભાગ્યે એ કથાકૃતિ લુપ્ત થઈ ગઈ છે. પરંતુ પાછળના સમયમાં કરવામાં આવેલ તેનો એક સંક્ષેપ જળવાયો છે. આ સંક્ષેપનું પ્રમાણ આશરે ૧૬૪૨ ગાથા જેટલું છે. સંક્ષેપકારે કહયું છે કે પાદલિપતે રચેલી ગાથાઓમાંથી જ પસંદગી કરીને તથા કઠિન દેશ્ય શબ્દો ટાળીને તેણે સંક્ષેપ તૈયાર કર્યો છે.
સંક્ષેપકાર કોણ છે અને તેને સમય કર્યો છે તે બાબત નિશ્ચિત થઈ શકી નથી. સંક્ષેપની અંતિમ ગાથામાં થોડીક માહિતી છે, પણ તે ગાથા ભ્રષ્ટ છે અને તેના શબ્દાર્થ તથા તાત્પર્ય અસ્પષ્ટ રહે છે. હાઈયપુરીય ગચ્છના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્ર ગણિ અથવા તેનો શિષ્ય જસ” (“ જૈન ગ્રંથાવલી ” પ્રમાણે યશસેન ) આ સંક્ષેપને રચનાર છે કે માત્ર પ્રતિલિપિકાર છે, અને તે ક્યારે થઈ ગયા, તે કહી શકાતું નથી. ભદ્રેશ્વરની કહાવલી' (રચનાકાળ એક મતે અગિયારમી સદી)માં પણ તરંગવતીનો સંક્ષેપ આપેલ છે.
સંપિત્ત-તરંગવઈકહા’નો પાઠ ઈ.સ. ૧૯૪૪માં કસ્તૂરવિજય ગણિએ પાંચ પ્રતાને આધારે સંપાદિત કરીને શ્રી નેમિવિજ્ઞાન ગ્રન્થમાલાના નવમાં રત્ન તરીકે પ્રકાશિત કર્યો છે. મૂળ પ્રતોમાં પાઠ ઘણે સ્થળે ભ્રષ્ટ છે. પરંતુ મોટા ભાગની ગાથાઓ શુદ્ધ છે, અને પરિણામે અથ ન પકડાય કે સંદિગ્ધ રહે તેવાં સ્થાન ઓછાં છે.
આ અત્યંત મહત્ત્વની પ્રાકૃત થાકૃતિ પ્રત્યે, ઈ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થયેલ લોમાનકૃત જમન અનુવાદ દ્વારા સાહિત્યરસિકોનું પ્રથમ ધ્યાન દોરાયું. આ જર્મને અનુવાદ ઉપરથી નરસિંહભાઈ પટેલે કરેલે ગુજરાતી અનુવાદ ૧૯૨૪ના “જૈન સાહિત્ય સંશોધકમાં છપાયે, અને તે પછી સ્વતંત્ર પુતિકારૂપે તે બે વાર પ્રસિદ્ધ થયો છે. • - અહીં “સંપિત્ત-તરંગવઈકહા 'ની મૂળ ગાથાઓ કેટલીક દેખીતી ભૂલો સુધારી લઈને અને છંદદષ્ટિએ ચકાસીને ગુજરાતી અનુવાદ સાથે આપેલી છે. આ સંક્ષેપમાં પણ જે ઉત્કટ કથારસ, ઊંચી નિસગવર્ણન અને ભાવવર્ણનની શક્તિ તથા શબ્દપ્રભુત્વ પ્રતીત થાય છે, તે ઉપરથી પણ સત્તરસો-અઢારસો વરસ પૂર્વે રચાયેલી પાદલિપ્તસૂરિની અમર કૃતિની કાંઈક ઝાંખી થશે,
હરિવલ્લભ ભાયાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org