________________
5 เรามีราะมีราคาราคา รายการที่เรา
મહામંત્રની આરાધના: સમ્યગદર્શન પ્રાપ્ત કરેંગે..
विनैककं शून्यगणा वृथा यथा, विनार्क तेजो नयने वृथा यथा। विना सुवृष्टिं च कृषिवृथा यथा, विना सुद्दष्टिं विपुलं तपस्तथा।।
-પં. શતાવધાની રત્નચંદ્રજી સ્વામી કૃત “ભાવના શતક' કે "એકડા વગર સર્વ મીંડાં નકામાં છે, સૂર્ય પ્રકાશ વિના નેત્રો નકામાં છે, સારા વરસાદ છે વિના ખેતીવાડી નિષ્ફળ છે. એમ આ ત્રણે દગંત અનુસાર આત્મબોધિ વિના વિપુલ પ્રકારની ધર્મકરણી -તપ-ત્યાગ, પૂજા અર્ચના આદિ સર્વ નિષ્ફળ છે.”
જેનો શાશ્વત મહિમા અપરંપાર છે, એવા “સમ્યગુદર્શન તત્વને વિશાળ આગમ અને આગામેત્તર સાહિત્ય સમુદ્રમાંથી વીણી વીણીને મોતી એકઠાં કરવા પૂર્વક જૈન શ્રાવક કવિ શ્રી ઋષભદાસજીની અમર કાવ્ય કૃતિ “સમકિતસાર રાસ'' દ્વારા ગહન ચિંતન કરીને તેને શબ્દબદ્ધ કરવા બદલ મૉ ભૃતદેવીની કૃપા પાત્ર માનસપુત્રી સ્વરૂપા જૈન શ્રાવિકા રત્ન ભાનુબેનને શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. વર્તમાન ગાદીપતિ શ્રી લાભચંદ્રજી છે સ્વામી તથા સંપ્રદાયના સમસ્ત ચારિત્રાત્માઓના આજ્ઞાપ્રદાતા - નિશ્રાદાતા ગુરુદેવ શ્રી જ ભાવચંદ્રજી સ્વામી, શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી, શ્રી નિરંજનચંદ્રજી સ્વામી સમેત સંપ્રદાયના ૧૯ : ગુરુદેવો અને ૨૩૮મહાસતીજીઓ તરફથી શત શત અભિનંદન સાથે અંતરભીના શુભાશીષ છે. આ
ચાર સપ્તાહની એકાંત મૌન-સાધના દરમ્યાન આ ગ્રંથનું આદ્યોપાત્ત રસ-રુચિ-શ્રદ્ધા રે અને લગનીપૂર્વક શબ્દશ: અવગાહન કરતાં દિલ-દિમાગ અને આત્મચેતનાએ જે અલૌકિક આનંદાનુભૂતિ અને પરિતોષ અનુભવ્યાં છે તે વર્ણનાતીત છે, કલ્પનાતીત છે. સંસાર ? પરિભ્રમણથી, રાગ-દ્વેષની બંધન બેડીથી કંટાળેલા-થાકેલા હોય અને જેમને તીવ્ર મુમુક્ષુપણું જ નિરંતર પ્રવર્તે એવા મોક્ષાર્થી, જ્ઞાનાર્થી ભવ્યાત્માઓ માટે આ ગ્રંથનું અવલોકન, ચિંતન અમૃત , રસાયણ સ્વરૂપે પરિણમશે એવી શ્રદ્ધા છે. એક જ ગ્રંથમાં “સમકિત” જેવા આત્મતત્ત્વને પરમાત્મ તત્ત્વમાં પરિવર્તન કરવાની જે બીજ શક્તિ છે તેવા અધ્યાત્મ ચિંતનના વિષયને , ગાગરમાં સાગર સમાઈ જાય તેમ સમાવેશ કરીને ભાનુબેને અધ્યાત્મ પ્રેમી આત્માઓ માટે જ ગુજરાતી સરળ ભાષામાં ઉપકારક શ્રુતભક્તિ કરી છે.
આ ગ્રંથ વધુમાં વધુ તત્ત્વપ્રેમી જિજ્ઞાસુઓનાં કરકમલમાં પહોંચે એવો તેનો પ્રચાર થાય છે અને તેનું હિન્દી અનુવાદન કરાવી, હિન્દીભાષી હજારો મુમુક્ષુ આત્માઓ સુધી પહોંચતું કરવામાં આ આવશે, તો તે સવિશેષ આશીર્વાદરૂપ નીવડશે. ૪૦૦ વર્ષ પહેલાની સરળ ગુજરાતી ભાષામાં ર સમ્યકત્વ જેવા વીતરાગ અરિહંત પરમાત્મા પ્રબોધિત આત્મ તત્ત્વને વીતરાગ પરમાત્માના રે કથન અનુસાર “સમકિતસાર રાસ' નામના કાવ્ય ગ્રંથમાં ગૂંથીને શ્રાવક કવિ શ્રી 28ષભદાસજીએ ભારે કમાલ કરી નાખી છે. કવિશ્રીની આવી ૩૪ કાવ્યકૃતિઓ અને અન્ય કે
સાહિત્ય આધુનિક યુગમાં સંશોધિત થઈને આવા અનુસંધાનાત્મક મહાગ્રંથરૂપે બહાર આવવા નું ราการตรวรรรรรรรรรรรรรรรรรรร