________________
(૨)
શ્રી ઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
કહેવું જોઈએ. ક્યારે પણ એવું નથી સંભળાયું જે કાઈ પુરૂષ પરભવથી આવીને પેાતાના પુણ્ય પાપનું ફૂલ કેાઈની આગલ કહ્યું. માટે હે મુનિ ! નિશ્ચય આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વલી ખીજુ પણ એ કે એકદા મેં કોઇ એક પાપી પુરૂષને જીવતા છિદ્ર વિનાની પેટીમાં ઘાલ્યા, તે તેમાંજ મૃત્યુ પામ્યા. હે મુનિ ! જો જીવ હાય તા તેને નિકલી જતાં પેટીમાં છિદ્ર કેમ ન પડયું ? માટે હવે તમે આ વાતમાં કેમ ભ્રાંતિ પામેા છે ? હે મુનિ ! વળી કાઈ દિવસ મેં એક ચારના શરીરના કકડા તલતલ જેવડા કરાવ્યા પરંતુ મેં તેના શરીરને વિષે પણ જીવ દીઠા નહીં. આ પ્રમાણે મે અનેક દ્રષ્ટાંતા જોઈ નિ:સ ંદેહપણે હર્ષ થી એવા નિશ્ચય કર્યો છે. કે જીવ નથી જ,” આવા તેના મિથ્યા ધમોપદેશ સાંભલી કેશિગુરૂએ કહ્યું.
“હે રાજન્ ! તેં જે કહ્યુ છે તેના સર્વ ઉત્તર સાંભલ, પુણ્ય પાપ કરનારી પરભવે ગએલા જીવ, સુખ દુઃખના તે તેલ ખરેખર ભાગવે છે. આમાં મને જરા પણ ભ્રાંતિ નથી. ત્હારા પિતા ન આવ્યેા તેનું કારણ સાંભલ. પાતાના પાપે કરીને એડીની પેઠે દુર્ગતિમાં પડેલા તે, અહિં આવવાને સમર્થ નથી. જેમ દેશાંતરમાં ગએલા દુ:ખી માણસ ત્યાં બહુ સુખ પામવાને લીધે પોતાના પૂર્વ સ્થાનને વિષે ન જાય તેમ આ લેાકમાં કરેલા પુણ્યના લરૂપ :અતિ વિષયસુખમાં મગ્ન થએલી હારી માતા અહીં આવતી નથી. વળી છીદ્રરહિત પેટીમાં પૂરેલા માણુસ શંખ વગાડે તે તેના શબ્દ બહાર સંભલાય છે, તેવી જ રીતે પેટીમાં કરેલા ગ્રૂપના સુગંધ પણ મહાર આવે છે તેા તેનું શું કારણ હાવું જોઈએ? કારણ પેટીને છીદ્ર તે ક્યાંઇ દેખાતું નથી. હે રાજન! પેટીને અતિ સુક્ષ્મ છીદ્રો રહેલાં હોય છે તેથી જ તે શબ્દ સંભળાય છે અને ગ્રૂપના વાસ આવે છે. તેવી જ રીતે અમૂર્ત્તપણાથી જીવનું આવવું જવું દેખાતું નથી. હું ભૂપ ! તેં ચારનું શરીર તલ તલ પ્રમાણુ છેદી નાખ્યું પરંતુ જીવ દીઠા નહી. તેના સત્ય ઉત્તર સાંભલ. જેમ અરણીના કાષ્ટમાં, સૂર્યકાંત મણુિમાં, ચંદ્રકાંતમણિમાં અને દહીં વિગેરેમાં અગ્નિ, તેજ, જલ અને ઘી વિગેરે ભાવા અનુક્રમે છે તેમજ દેહને વિષે આત્મા રહ્યો છે. જીવ ન હેાય તેા ગ્રહગૃહિત પેઠે, હું સુખી જાણુ. હૈ છું અથવા દુ:ખી છું એમ કેણુ એટલે ? માટે જીવ છે એમ નિશ્ચે ભૂપાલ 1 મનુષ્યપણું સરખું છતાં પુણ્ય પુણ્ય વિના પ્રાણી અહુ સુખ દુ:ખને ધારણ કરનારા કેમ હાય તે કહે ?
ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય રૂપ કેશિ સૂરિના ઈત્યાદિ યુક્તિયુક્ત વચન રૂપ કાંતિથી નાશ થયા છે અજ્ઞાન રૂપ અધકાર જેને એવા તે રાજા પ્રદેશી પ્રમાધ પામીને ફ્રી કહેવા લાગ્યા કે “ હું ભગવન્ ! મને આપના પ્રસાદથી જીવાદિનું અસ્તિત્વપણું સારી રીતે સિદ્ધ થયું છે. તેમજ હે પ્રભુા ! આ લેાક અને પરલેાક છે એમ પણ સિદ્ધ થયુ છે. હવે આપ મને નરરૂપ ખાડામાં પડતાં અવલંબન રૂપ ધર્મ આપો. ” પછી ગુરૂએ તેની યેાગ્યતા જાણી તેને શ્રાવક ધમ આપ્યા. દી