Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આલ્હાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે. (૨) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિ૨) : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણપાદુકા ખરેખર દર્શનીય છે! (૩) આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અઘતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી (ક) આર્યરક્ષિત શોધસાગર (કમ્યુટર વિભાગ સાથે) (ડ) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (ઈ) શહેર શાખા-પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ રહે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહેરશાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે કે જે આજે ચતુર્વિધ સંઘના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 188