________________
સફળજન્ય એક્ટ બનાવ તારાથી જે
ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. એટલે કે એકે ઉત્તમ નિયમ તારાથી સાધ્ય ન થયો હોય, તું કોઈ પણ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત ન રહ્યો હોય તો શરમાવું જોઇએ.
અધટિત કૃત્યો થયાં હોય તો શરમાઇને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.
અઘટિત કૃત્યો, જે માનવોને ન શોભે તેવાં, સૃષ્ટિક્રમ વિરુદ્ધ, જે દૈત્યો કરે એવાં જે જે કૃત્યો આ કાળમાં થઈ રહ્યાં છે, તે અઘટિત કૃત્યો ગણાય. માનવ માનવની હિંસા કરે તે ઘટિતનગણાય.મન-વચન-કાયાના યોગથી, ખરા ભાવથી તે ન કરવાની તું પ્રતિજ્ઞા લે.
પ્રભુ પ્રતિજ્ઞા જ લેવડાવે છે કેમકે અઘટિત કૃત્ય કરનાર મનુષ્ય અવશ્ય નરકાદિ દુર્ગતિમાં જાય.
૧૫ -