________________
સિદ્ધાંત લખાવવામાં લગાડી ધનને સફળ કર. લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે.” (દ્વાદશ અનુપ્રેક્ષા)
“ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું.” (વ.૪૮). “વિના ઉપયોગ દ્રવ્ય રળું નહીં.” (નીતિ ૩૩૧)
ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી
ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. શ્રાવક - શ્રી તીર્થંકરદેવના વચનનો આરાધક, તેની જ આજ્ઞાએ ચાલનાર પ્રભુના અહિંસા પરમો ધર્મના અનુયાયી, અનાજ અને પંદર કર્માદાની વ્યાપાર કરે નહીં કારણ તે બધા ધંધામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. તે હિંસાથી બહુ કર્મ બંધાય છે. તેનાં ફળ દારિદ્ર, રોગ, શોક, વિયોગ વગેરે પરિતાપ વેઠવા પડે છે એટલે તે દુઃખના કારણમાંથી બચાવે છે.