________________
૮૬
આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે.
૮૭
તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે
પૂર્ણ કર. (૦) નવીન વ્યસન કરતાં અટક.
-
જેમાંથી નશો તે વસ્તુ સેવવું નહીં.” પાન, સોપારી કે તમાકુ – વ્યસન એટલે કષ્ટ. તમાકુનું વ્યસન તને હશે તો એવી નજીવી ચીજ માટે વલખાં મારે છે ને અનંત શક્તિનો ધણી એવો તારો આત્મા લૂંટાઇ જાય છે, તેનું તને ભાન નથી. એક પૈસાની કિંમતની તૂચ્છ વસ્તુથી આનંદ માની હલકો બનીશ નહીં. તેમાં આનંદ માનનાર આત્માની જ કિંમત ઘટે છે. તું સમજ કે “વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે, ને એથી તારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે તથા મન પરવશ થતું જાય છે, જેથી આલોક-પરલોકનું કલ્યાણ ચૂકી
Co
-