________________
“નવરી રહ્યું નહીં.” “તુચ્છ વિચાર પર જઉં નહીં.” “સુખની અદેખાઇ કરું નહીં.” “ચંચળતાથી ચાલું નહીં.” “કોઇ પુરુષ સાથે તાળી દઈ વાત કરું નહીં.”
..
અહો ! બાળ પ્રભુ ! સ્ત્રી સ્વભાવમાં વર્તતા સ્વભાવિક દુર્ગણોને આ કરુણાનિધાન કેવા આદરથી, સન્માન ને પ્રેમભાવથી દૂર કરવા પ્રેરણા આપે છે ! તે ખરે વંદનીયપણાને યોગ્ય થાય એવી મીઠી દષ્ટિ તે પ્રત્યે દર્શાવે છે. મહાપુરુષ જાણે છે કે સ્ત્રી સ્વભાવમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળાપણું પણ છે. તે પ્રેમ ને અર્પણતાની મૂર્તિ પણ બની શકે છે. તેનો આત્મા અને પુરુષનો આત્મા તેમાં કંઇ ભેદ નથી. પુરુષના આત્માની જેમ તે પણ સર્વે ગુણોને પોતામાં ખીલવી શકે છે. સર્વ શક્તિને ફોરવી શકે છે કે જેથી કર્મનો ક્ષય કરીને સિદ્ધિ વરવામાં પણ તેને કંઇ અશક્ય નથી. તે આત્મશક્તિથી વીરાંગના, વીરમાતા, કર્મવીર ને સિદ્ધિગામી પણ બને છે. એમાં જ્ઞાનીઓને કંઇ મતભેદ નથી.
આ બાળમહાત્માએ બહેનોને ઊર્ધ્વગામી બનાવવા, મુક્તિપથના અધિકારી બનાવવા માત્ર ૧૪-૧૫ વર્ષની વયે સ્રીનીતિબોધક નામનો ઉત્તમ શિક્ષણ આપતો ગ્રંથ રચી બહાર પાડેલ છે જેમાં સ્ત્રીકેળવણી વિષે, સદ્ગુણ સજવા વિષે, સજનીનો સહવાસ રાખવા વિષે અને ઉદ્યમ કરવા, નવરી ન રહેવાનો સુબોધ દાખવ્યો છે. તેના દૃષ્ટાંતમાં સીતા, દમયંતી આદિ મહાસતીઓનાં લક્ષણ વાંચવા ભલામણ દીધી છે. વળી, આ દેહની ક્ષણભંગુરતા સમજાવી સિદ્ધિદાતા પરમાત્માને ભાવથી ભજવા શિક્ષા દીધી છે તે મનનીય છે.
૧૧૧