________________
સામી દૃષ્ટિ કરું નહીં, એના વચન શ્રવણ કરું નહીં.”
જુગાર, દારૂ વગેરેથી તને ક્ષણિક લાભ–ઘડીક આરામ જણાય, પણ વાસ્તવિકતામાં તો તને ભય ક્ષણે ક્ષણે સતાવે છે, ને પરતંત્રતા તેની પાછળ પડેલી જ છે. દુરાચારીને સુખે નિદ્રા આવતી નથી, આરોગ્ય બગડે છે, યશનો નાશ થાય છે, સ્નેહીઓને સ્નેહનો ભંગ થાય છે, જીવનમાં વનવન ને પનપન થઈ જવું પડે છે. નિરંતર વ્યસનથી માનસિક સંતાપમાં તેનું અંતર બળી જ રહ્યું છે. આમ, તેનું પરિણામ તમે વિચારી જોશો, તો દેખાશે કે મોહમદિરાના ઘેનથી દુરાચાર વડે પ્રત્યક્ષ દુઃખ, ભય, પરતંત્રતા તે દેખી શક્તા નથી. પણ જરા મારા વચનો લક્ષમાં લઈ વિચારશો તો જરૂર તમને દુરાચારથી દુઃખ જ દેખાશે. દુરાચરણ એ પાપબંધનાં કારણો છે, તો પુણ્યથી સુખ થાય કે પાપથી તે વિચારી જુઓ.
કદી સલ્હીલવાન દુઃખી ન જ હોય. શીલ-સદાચારથી પુણ્ય સંચય થાય છે, ને પૂર્વનું કોઈ અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય તો પણ સત્યશીલના પ્રભાવથી તે માઠું કર્મ ખસી જાય છે ને “સત્યમેવ જય થાય છે.” માટે સત્યશીલમાં જ શ્રદ્ધા રાખવી, દુરાચારથી ડરતા રહેવું. સલ્હીલવાન પોતાના સગુણોથી, ઉત્તમ વિચારોથી ને સુંદર આચરણથી હરહંમેશાં અંતરનું સુખ જ ભોગવે છે. બહારથી કંઈ પ્રતિકૂળતા આવે તો પણ તેના આત્મામાં કલુષિતતા, વ્યાકુળતા થતાં નથી.
૧૧૪