Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 122
________________ પs ગુલાબવાડી (રાગ પ્રભુ તારા દરબારે) ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે, પુષ્પમાળા ગુલાબની છે વાડી રે, વવાણિયામાં મુમુક્ષુ માટે રોપી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજહૃદયના જ્ઞાનની રળિયામણી, કલ્પવૃક્ષના પુષ્પોની મનોહારિણી; રાજ તારી વાડી ખીલેલી છે વાડી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. પુષ્પ પુષ્પ સુગંધને મહેકાવતી, શબ્દ શબ્દ નવા ભાવો જગાવતી; એ વાડીમાં અમૃત રસ પીજીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. ૧૦૧

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130