Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 116
________________ મહાપુરુષની શ્રદ્ધાના બળે, પરમાત્માના વિશ્વાસે તે સંકટને તરી જાય છે અને પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. “એવા કાં ન થવું.”? ૧૭૭ આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. આ મારા વચનો આરાધવામાં એટલું જ કરજે કે આ વચનના દર્પણમાં તું જોજે ને તારા જે જે દોષ તેમાં દેખાય - અરે ! દેખાશે – તેને દોષરૂપે ઓળખી કાઢજે. પક્ષપાત વગર શત્રુરૂપે જ જોજે, એ શત્રુ ઓળખાઈ જશે. પછી તેને કાઢવામાં તને સહેલું પડશે, અઘરું નહીં પડે. “કોઇપણ અલ્પભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી એ મહાકલ્યાણ છે.” “દષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઇ શકે.” “જ્ઞાની કહે છે તે ગૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય, કેટલાય તાળાં ઊઘડી જાય. આત્મા અજ્ઞાનરૂપી પત્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે.” ૧૧૫

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130