________________
પર વિચરી અનેક જીવોને તાર્યા. તે અનંત ગુણના ધણીને તારી દૃષ્ટિમાં લાવી, અભિમાન ગાળી, અહોભાવપૂર્વક સ્મરણ, ચિંતન,ધ્યાન કરવાથી તેવા થવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. “જેમ ભૂંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.’
પ્રભુ ! હું અજ્ઞાની, મોહાંધ ને કર્મદળથી ઘેરાયેલો છું, હું મોહાધીન છું. તું નિર્વિકારી ને હું સવિકારી છું. અશરણ છું, તું શરણદાતા છે; હું શરણે આવ્યો છું. મને હાથ ઝાલીને તારો. એવી અનન્ય પ્રેમભક્તિ અંતરમાં વહે એ મુખ્ય ભક્તિકર્તવ્ય – પ્રભુમાં વહાલપ પ્રગટે તેવો પુરુષાર્થ રાખી આજનો દિવસ શોભાવજો.
-
૭૬ સીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો, અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.
જુગાર, દારૂ આદિ સાત વ્યસનો એ બધાં જ દુરાચાર ગણાય છે. જો તું વ્યસનાધીન હોય તો દુઃખી જ છે. “દુરાચારથી કંઇ સુખ નથી, મનની તૃપ્તિ નથી અને આત્માની મલિનતા છે.” “ખોટા મંડળમાં જઉં નહીં” (ક્લબોમાં) “વેશ્યા
૧૧૩