________________
૧૭૪
સદ્ગણાથી કરીને જે તમારા ઉપર જગતનો પ્રશસ્ત
મોહ હશે તો હે બાઇ, તમને હું વંદન કરું છું.
શ્રી પરમ કૃપાળુ દેવને સ્ત્રી-પુરુષ બન્ને સમાન છે. એમને સર્વમાં સમાન ભાવ છે. એ તો સર્વમાં પરમાત્મા વસેલા જુએ છે. એટલે આત્મદષ્ટિ જેને જાગૃત છે તેના અંતરમાં સહેજ પણ દોષબુદ્ધિ કે કટાક્ષદષ્ટિ નથી એટલે કહે છે કે રાજપત્ની હો.... ગમે તે હો પણ સ્ત્રીજીવનની મર્યાદા તમો પાળતા હશો તો હું તમોને પ્રશંસુ છું. કારણ ભગવાન મહાવીરે પણ તુલસા, ચંદનબાળા, રેવતી આદિ સતી સ્ત્રીઓને વખાણ્યાં છે. તે બાઈ, તમારામાં શીલ, સંતોષ, લજ્જા, ઉદારતા, માયાકપટરહિતપણું, ઇર્ષાનો અભાવ, કુટુંબપ્રેમ, વડીલ જનનો વિનય, સાહસનો અભાવ, ઉદ્યમ આદિ ઉત્તમ ગુણો હશે તેથી જગતજીવોને - તમો પ્રતિ પ્રશસ્ત ગુણ રાગ હશે તો એવી ઉચ્ચતા જોઈને હે બાઈ, તેમને હું વંદન કરું છું.
સ્ત્રી ધર્મની મર્યાદા “ખડખડ હસું નહીં.” “પુરુષ લક્ષણ રાખું નહીં.” “આછાં લૂગડા પહેરું નહીં.” “ઝાઝા અલંકાર પહેરું નહીં.” “ઉતાવળે સાદે બોલું નહીં.” “પરઘેર જાઉનહીં.” “ઝાઝે સ્થળે ભટકું નહીં.” “ધર્મકથા કરું.”
૧૧૦