________________
GG
દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે.
-
દિવસે કરેલી ભૂલ માટે – જેમ બીજાની ભૂલ જોઇ તું કટાક્ષથી હસે છે તેમ તારી ભૂલ માટે હસજે કે અરે ! તું ડાહ્યો થઇને-સમજુ થઇને આવો ક્રોધ કર્યો ? આવું અજુગતું કામ કર્યું ? બીજાનું બગાડ્યું ? તું તો માનતો હતો કે હું તો કોઇ દિવસ તારા જેવી ભૂલ ન કરું અને અરે ! જીવ, તેં આ શું કર્યું ? તારું ડહાપણ અને ધર્મીપણું ક્યાં ગયા? એમ જુગુપ્સા લાવી, આ માઠું થયું એવી તારા પોતાના આત્માની નિંદા-ગરહા કરજે કે જેથી તે દોષ વધે નહીં કે ફરીથી ભૂલ થાય નહીં, એવો ખેદ-પશ્ચાત્તાપ કરજે. આ હસવું તે તો ખેદનો રૂપમાં છે. (જીવના દોષ સુધારવાની પ્રભુની કરુણામય કળા !)
“સમર સમર અબ હસત હૈં, નહીં ભૂલેંગે ફેર.”
(૫.કૃ.)
૧૦૫