________________
૧૭
૧૦૬
આજે કંઇ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઊજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે –
આજે કંઇ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઊજવાળી હોય તો તે ભગવત્કૃપા માનજે અને “પોતાની ગુરુતા દબાવનાર થવું”, “શૌર્ય, બુદ્ધિ ઇત્યાદિનો સુખદ ઉપયોગ કરવો.” આપણે વિશે કોઇ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જો કોઇ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. ‘પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દોષ વિચારે, નહીં તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. માટે “આત્મશ્લાઘા મનમાં ચિંતવવી નહીં.'’ ગુણમાં ગુરુ ને દોષમાં હું.