________________
ઉપાધિ ઊભી કરી છે તેને મેળવવામાં, ભોગવવામાં, સંરક્ષણમાં ગળાબૂડ ખેંચી ગયો છે. એટલે જંજાળમાં જીવન પસાર થઈ જાય છે તેથી દુઃખી છે, ભયભીત છે. વિષયોમાં રંગાઈ જઈ તારી શાન-ભાન વિસરી રહ્યો છે, ને આત્માને ભૂલી કુટુંબ પરિવારની જંજાળમાં આયુષ્યના છેડા પર્યત રોકાઈ મનુષ્ય જિંદગી ટૂંકાઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે તેની ખબર રહેતી નથી. જંજાળ ઓછી તેમ વખત ઘણો બચે છે.
જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.” (વ.૫૭૦) હવે જાગી જા અને બધી જંજાળ ટૂંકી કરી દે મનથી તેનો ભાર ઉતારી નાખ. “સુખ અંતરમાં છે તેની શોધ કરને સદ્ગુરુને શરણે જા તો થોડી જિંદગીમાં પણ તને અંતરસુખનો અનુભવ થશે. એટલે સુખરૂપ જિંદગી લાંબી લાગશે.” પરિક્ષીત રાજાને આઠ દિવસનું આયુષ્ય બાકી રહ્યું તેમાં જાગી ગયા અને જંજાળ મૂકી દઈ ભગવથામાં લીન થયા. આઠ દિવસનું આયુષ્ય તેને ઓછું ન પડયું.”
પ૬