________________
વ્યવહારધર્મ અંગીકાર કરે, આજ્ઞા પાલન કરે તો એથી હૃદયશુદ્ધિ થાય ને તો જ ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થાય. વિવેકી રહેવાથી પરિણામે આત્મા પરમાનંદમાં વિરાજમાન થાય. માટે “વચન સપ્તશતિ પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. તેમાં વિવેકી ધોરણ-ઉત્તમ ક્રમ બતાવ્યો છે એટલે વ્યવહારમાં વિવેકી રહેવું એ પ્રતિજ્ઞારૂપ સ્વીકારવા કહે છે. વળી, પંડિતો કહે છે કે વિવેક વગરના મનુષ્યો પશુ સમાન છે.
સાયંકાળ થયા પછી વિશેષ શાન્તિ લેજે. સાયંકાળ એટલે સૂર્ય અસ્ત થયા પછી રાત્રિભોજન ત્યાગ કરવાનું બને તો સારું. કેમ કે “રાત્રે જમનારને માટે અગ્નિ સળગાવવી પડે છે તેમાં અનેક સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ થઈ પડે છે.” (શિ.પાઠ.૨૮).
સાયંકાળ પછી ધંધો કે કુટુંબનાં કાર્યો વગેરેથી નિવૃત્ત થઈ શાંત એકાંત નિર્જન સ્થાનમાં જઈ પરમાત્માને યાદ કરજે ને તારા આત્માની વિશેષ શાંતિ
૭૭