________________
દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઇ જા.
00
સવારે સ્મૃતિ આપી છે છતાં કંઇ અયોગ્ય થયું હોય.
તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. “ક્ષમાપના વગર શયન કરું નહીં.” “અપરાધશિક્ષા તોડું નહીં.”
હવે પુષ્પ ૮ થી ૭૯ જે આખા દિવસનું દેવસીય પ્રતિક્રમણ કરવા કહે છે કે મેં જે તને ધર્મકૃત્યની સ્મૃતિ સવારે આપી છે તેના ભાવનું ગણિત હવે એટલે સાંજે જોઈ જા. તે કર્તવ્ય પ્રત્યે તારા ભાવ કેવા રહ્યા? જિજ્ઞાસા કેવી રહી? પ્રમાદથી કેટલુંક તે બાકી રાખ્યું? કે શિથિલતાથી તું કરવું ભૂલી ગયો? તે સઘળું મનમાં તપાસી જા. એમાં અયોગ્ય આચરણ, માઠાભાવ કે અશુભ ધ્યાન થયું હોય તો તેનો પશ્ચાત્તાપ કર. હૃદયથી, આ મેં ખોટું કર્યું, મેં બહુ આ નિંદનીય કામ કર્યું એમ ખેદ કર ને ફરીથી નહીં કરું એ ક્ષમાપના માગી મારી શિક્ષાને દઢભાવે ગ્રહણ કર.
૮૨