________________
OG
જાણતાં-અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે
માટે અટકજે. જાયે-અજાણે અનુપયોગના પરિણામે આજ્ઞાથી વિપરીત આચરણ થયું હોયતો હવે ઉપયોગ રાખી અટક. દર્દીએમ અપથ્યથી અટકે તેમ. કેમકે “ઉપયોગ એજ સાધના છે”. “તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું એ તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” (વ.૩૯૭)
૮૭
વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની
| નિવૃત્તિ શોધજે. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.” (વ.૧૯૯)
૮૪