________________
ઉપ
કરજ એ નીચ રજ (કરજ) છે; કરજ એ ચમના હાથથી
નીપજેલી વસ્તુ છે; (કરજ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે,
અને નવું કરતાં અટકજે. કરજ એટલે દેવું. તેને યમના હાથથી નિપજેલી વસ્તુની ઉપમા આપી કેમ કે કરજદાર સુખે સૂઈ કે ખાઈપી શકે નહીં. “દેવું આપવા વધારે ત્વરા રાખો. ધીરનાર વ્યાજના વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો.” “તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ.” વળી, ઋણ બાકી રહી જાય તો તેને બીજે ભવે વ્યાજસહિત આપવું પડે. માટે “પરધન પથ્થરતુલ્ય જાણજે.” વળી, એકનું દેવું આપી બીજાનું નવું દેવું કરતાં અટક; કારણ દેવું એ નીચ રજધૂળ છે. “દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો.”
૮૧