________________
દરેક પ્રત્યેની મારી શી ફરજ છે? સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ, ભાંડુ વગેરે તરફ ફરજ ન બજાવવાથી મહત્તા રહેતી નથી. વળી, ઇન્દ્રિયવશ થવાથી પણ મહત્તા રહેતી નથી. “દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે.”
તારી (આત્મ) પ્રશંસા કરીશ નહી; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું.”
મન, વચન, કાયાની પવિત્રતા પર માણસની મહત્તાનો બહુ આધાર છે. ગમે તેવો શ્રીમંત કે સત્તાધીશ હોય, પંડિત હોય, જ્ઞાની હોય, જાણકાર હોય પણ પવિત્ર આચારવિચાર ન રાખે તો તેની મહત્તાનો ભંગ થાય છે અને સત્યવચન બોલવાથી પણ માણસની કિંમત થાય છે, મહત્તા જળવાય છે. “તારી આજ્ઞા તૂટે તેમ સંસાર વ્યવહાર ચલાવું નહીં.”