________________
૭૧
વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે.
“જ્યાં સુધી ગૃહવાસ છે ત્યાં સુધી કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે તે યથાન્યાયપૂર્વક કરવી ઘટે પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવા ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે. એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ તો શુભાશુભ પ્રારબ્બાનુસાર છે.” આ વિવેક સમજી “ઘરનું, જ્ઞાતિનું કે બીજાં તેવાં કામોનું કારણ પડયે ઉદાસીનભાવે, પ્રતિબંધરૂપ જાણી તે પ્રવર્તન ઘટે છે.” “વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે.” “બાહ્યભાવે જગતમાં વર્નો અને અતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો.” “ધર્મઆજ્ઞા સર્વશ્રેષ્ઠ માનવી.” જ્ઞાનીએ જ્યાં જે નીતિરીતિ બાંધી છે તેનો ઉપયોગપૂર્વક તારી બુદ્ધિ વડે જે જયાં યોગ્ય હોય તે વિવેકથી આચરણ કરવાની “સપ્રતિજ્ઞા' હું આપું છું તે તું માની લે. આજે હું “વ્યવહારમાં પણ સદ્ગતિ ધર્મને જ સેવીશ.” “ગૃહવાસ જ્યાં સુધી સર્જીત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો.” “સત્ય વચન ભંગ કરું નહીં, શિર જતાં પણ