________________
આનંદ છે. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિથી લાગેલા થાકને ઉતારવાતને આનંદ જોઇએ છે ને આનંદ માટે તું પાપના સાધન ગોઠવે છે. પંજાબી હોટલમાં ખાણીપીણી માટે જાય છે ત્યાં અભક્ષ્ય વસ્તુ ખાઈને, અપેય પીણાં – દારૂ વગેરે પીને મોજ માણે છે. પણ એ મોજ આ જીવને અસંખ્ય જીવની હિંસા કરાવી દુર્ગતિમાં પહોંચાડનારી છે. એટલે એ આનંદ નથી પણ પારાવાર દુઃખ ઊભું કરનાર હોવાથી તેને એ આનંદ ભારે પડી જશે. ઉપરાંત અણગળ પાણી અને વાસી ખાણીપીણી જ હોટલોમાં હોય છે તે અનેક રોગ જન્માવનાર બને છે. માટે શાણપણ લાવીને આ વાત ખ્યાલમાં લે. વળી કળિયુગનો આનંદ ટી.વી.માં ને તેની સિરિયલ જોવામાં સમાયો છે. તેવાં અસભ્ય નિંદનીય દશ્યો જોવાથી વૃત્તિ-વિચારો મલિન થાય છે જેથી પાપકર્મ બંધાય છે. “પાપજન્ય કર્મ વડે આત્માની અધોગતિ થાય છે'. વૃતિને મલિન કરનારદુર્જનનો સહવાસ પણ છે. ત્રીજું, નહીં વાંચવાલાયક પુસ્તકો નૉવેલ વગેરે છે. તું સમજું છો તો આ મારી શીખ માની લે અને આનંદ માટે ઓવા બધાય પ્રકારો ત્યાગ કરી દે. “મનોરમ્યમાં મોહ માનું નહીં.”
૭૨