________________
હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે,
તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. જોકે મને ખ્યાલ છે કે તારી કઠણાઈનો, કેમ કે આદતો ફેરવવી તે તને બહુ મુશ્કેલ લાગવાનું છે. પણ કઠિનમાં કઠિન કાર્ય પણ માણસ જો અભ્યાસ કરે તો સિદ્ધ થાય. તેમ ફેરવવાની ટેવો પર તીખી નજર રાખે તો ફેરવી શકે છે. તેમાં કંઈ નાસીપાસ થવાની જરૂર નથી. માટે અભ્યાસનું લક્ષ રાખ, નહીં તો મારી પાસે આવ. અમે નિદ્રાને જીતી છે. એ મોહરાજાની પટરાણી છે. મોહરાજાની પટરાણી બહુ જ જબરી છે. એના સ્વામીના દાસ બનાવીને મોહના રાજ્યમાં જ રાખે છે. તેને જીતવાનો અભ્યાસ તે કર્યો નથી. તું શીખ્યો પણ નથી. “અભ્યાસ સર્વનો ઉપાય છે.” આ એ સર્વેશ્વરનું વચન અન્યથા કેમ હોય? આપણને કાં વિશ્વાસ નથી, કાં તો નિદ્રાદેવીની પ્રીતિ કે પક્ષ હોય તો જ નિદ્રા નથી જતી એમ કહીએ છીએ.
૬૪