________________
પ8
પવિત્રતાનું મૂળ સદાચાર છે. સદાચરણની જાગૃતિ ન હોય તો આત્મશુદ્ધિ ન થાય. એથી સદાચારની દઢતા રખાવે છે. (ઉપ. છાયા) “દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચાર સેવવા કહેલા છે તે યથાર્થ છે, સેવવા યોગ્ય છે. સદાચરણ ટેક સહિત સેવવાં. મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે ?. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં.”