________________
ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. અને મંત્રાદિ સિદ્ધિ પણ તેને સહેજે સાધ્ય થાય છે. મહાપુરુષોએ યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે એમ કહ્યું છે.
જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી
આજના દિવસમાં પ્રવેશ કર. હવે તારા શરીર પર કરચલી પડી ગઇ. ઘડપણનાં બધાં ચિહ્નો દેખાવા જ લાગ્યાં છે. “એ વૃદ્ધાવસ્થા તો મૃત્યુ કી તરફદારી કરતી હૈ” તે તો તું જો. વૃદ્ધને મોત ભણી દષ્ટિ કેમ કરાવે છે? કારણ કે તેને હજુ જિજીવિષા ઘણી છે, કે હજુ કંઈ એમ હું મરવાનો નથી. હજું હું હરી-ફરીને બધું ખાઈ શકું છું એટલે સહેજે પાંચ વરસતો નીકળી જશે. ને હજુ મારે દીકરાના દીકરાનું કામ બાકી છે તે પણ કરીને જ જઇશ, માટે તમે એવી મરવાની અમંગળ વાતો કરશો નહીં. “મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું” (શિ.પા.૪)
૩૪