________________
આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક છે.” “...માટે ભવિષ્યની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે અને એમ થાયતે મહાઆપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” એટલા માટે “ખોટો ઉદ્યમ કરવો નહીં.” “અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં.” “સ્થિતિનો ખેદ કરવો નહીં.”
“કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ, આમ કરવાથી સંતોષી રહેવાશે.”
“નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં”. “કોઈ કાળે મને દુઃખી માનું નહીં.” “દુઃખ અને ભેદ ભ્રમણા છે.” “હૃદય શોક્તિ કરું નહીં.”
(પુષ્પમાળા વચન ૪૨, ૪૩, ૫૦ સાથે જુઓ)
ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની
વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. દાનધર્મ, તપધર્મ, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ ઉત્તમ ગૃહસ્થ ધર્મનું અવશ્ય પાલન કરજે.