________________
આત્મરક્ષા, ઉજ્વળ યશ, ક્લેશરહિતપણું અને ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી તેનું શરણ ગ્રહણ કરો.
જલ
જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હોય
- તો અટકજે. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપવાથી તેના કામની, જુલમની માઝા નથી રહેતી. તેના પાપને પોષણ મળે છે ને તેના પાપનો ભાગીદાર તું થાય છે. વળી, તારામાં પણ તેવા ક્વચિત્ કુસંસ્કાર પડે માટે અટક. પોતાના ધનના સ્વાર્થ ખાતર, માન મેળવવા અર્થે કે સત્તાને માટે વા પુત્રાદિના સુખને અર્થે જુલ્મી-કામી-અનાડીનો પક્ષ લઈ, તેને તે કામમાં સાથ આપી તેને ચડાવી બીજાને નુકસાન કરતો, વૈર ઊભું કરતો અટક.
પર