________________
૪૭
એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઇ ભગવદ્ભક્તિમાં લીન થઇ ક્ષમાપના ચાચ. પુષ્પ ૪૭ અને ૭૭ બંનેમાં સ્મૃતિ શબ્દ વાપર્યો છે. શિક્ષાબોધ કે હિતશિખામણ આપું છું એમ શબ્દ કેમ ન વાપર્યો? પુષ્પમાળામાં છેલ્લે તો જણાવ્યું છે કે આ માળા વિચારવાથી મંગળદાયક થશે. તો પછી બોધ આપું છું એમ કાં ન કહ્યું ? શું તેમાં રહસ્યાર્થ છે?
વ.૧૨૨માં પણ સ્મૃતિ શબ્દ ધર્મકથાના અર્થમાં વાપર્યો છે. “અરસપરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે.’
આ સ્મૃતિ શબ્દમાં ઘણો ગૂઢાર્થ સમાયો લાગે છે. દસમે વરસે જેણે કર્મોદયનો ગર્વ ભાંગી નાખ્યો છે અને તે પુરુષના અંતરમાં ‘આ મારો શિષ્ય છે અને હું તેનો ગુરુ છું.’ એવા ગુરુપણાનો ભાવ નથી, કર્તાપણું નથી, જ્ઞાનનું અભિમાન નથી, માત્ર નિષ્કામ કરુણાથી હિતની વાત કહેવી છે – સ્મૃતિ આપવા રૂપે !
અહો ! કેટલી જ્ઞાનગંભીરતા ! આટલી લઘુવયમાં !! આત્મા તો જ્ઞાનસ્વરૂપ
૫૧