________________
દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી
આજના દિવસમાં પ્રવેશ કરજે. (પુષ્પમાળા વચન ૧૦૬ની સાથે જુઓ)
જ.
દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી
આજના દિવસમાં પ્રવેશ કરજે. આર્થિક પરિસ્થિતિ સારી નબળી હોય તો ભવિષ્યની મોટી આશા રાખી ચિંતાથી વધારે દુઃખી થઈશ નહીં. આજે આહાર-પાણી મળ્યા ને? વા મળશે, ઈશ્વર એટલું આપી રહેશે. માથે ભગવાન જેવો ધણી છે તે દયા કરશે. કીડીને કણ અને હાથીને મણ એ આપે છે તેમ આશા સેવજે. “પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ
૪૫