________________
૪૩
કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે,
૪૬ પુષ્પ સુધી દરેક પ્રવૃત્તિમાં વ્યક્તિગત કર્તવ્ય બતાવ્યું અને આ બંનેમાં આત્મસાધન-આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મની સ્મૃતિ આપે છે. ફક્ત વ્યવહારિક સિદ્ધિ કે અર્થસિદ્ધિ કરી હોય તે કંઇ ખરી કમાણી નથી અને મનુષ્યભવનો અમૂલ્ય સમય તો દિવસો પર દિવસો વીતતા ચાલ્યો જાય છે પછી આવો અવસર ફરી મળવો નથી. પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે ને પછીથી પસ્તાવો થઇ બહુ બહુ શોક થશે. ભગવાન કહે છે : “સમાં ગોયમ્ મા, પમાએ”
“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી.” પ્રાણીમાત્રનો રક્ષક બંધવ ને હિતકારી એવો કોઇ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. “વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતાં રહેવું.”
૪૭