________________
જીવને કોઈ કાર્યમાં નિરાશા સાંપડી હોય, પૂર્વે અપયશમાં કર્મ બાંધ્યું હોય તેને લઇને દુર્ભાગ્યશાળી હોય તો અન્યનું બૂરું થાય એવો વિચાર પણ ન કરીશ. ઈર્ષા એ મોટો દુર્ગુણ છે. ઇર્ષાથી પુણ્યનો નાશ થાય તેથી તો વધુ દુઃખ ઉપાર્જન થાય. તારા કોઈ અંતરાય કર્મને લઈને તારું ઇચ્છિત સુખ તને ન મળે તો પોતાનો -બ્દોષ ગણી સહનશીલતા રાખજે એટલે અંતરાય કર્મનું બળ હળવું થશે.
૪૮
ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદૃષ્ટિ
કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્માચાર્યનું પદ જોખમવાળું છે, “એ જેવું એકેય જોખમવાળું પદ નથી” - તે પદમાં તો પોતાનું કર્તવ્ય-આચરણનું બરાબર પાલન ન થયું હોય તો દશવૈકાલિકમાં કહેલાં બાવન અનાચરણ ભણી કટાક્ષદષ્ટિ કરજે અથવા મતભેદમાં આવી જઈને જો બે આચાર્યો વિતંડાવાદ વધારે તો શ્રી મહાવીર પ્રભુના શાસનની હેલના થાય. માટે લોક – અહિતપ્રણિત કરવું નહીં, “અસત્ય ઉપદેશ આપવો નહીં.” ધ્યાન અને સ્વાધ્યાય એ મુખ્ય કર્તવ્યમાં પરાયણ રહેવું; અસંગતા ને
૪૩