________________
88
જે તું અમલમસ્ત હોય તો નેપોલિયન
બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણા કર. નેપોલિયન બોનાપાર્ટ એક વખત ફ્રાંસની ધરતીને ધ્રુજાવતો હતો. યુદ્ધમાં હારી જતાં એકાંત જંગલમાં સાઈબીરિયાની નિર્જન ટાપુની સેન્ટ હેલિના જેલમાં તેનું મૃત્યુ થયું. પાસે કોઈ ન હતું ત્યારે કેવી દીનતાની-નિરાશાપૂર્ણ તેની સ્થિતિ હતી! તે તું યાદ કરીને અમલનો અભિમાન મૂકી દે.
“તજ રાજમદ હેવાન, નથી અમલ કોઇના બાપનો.”
ભાગ્યજોગે તું રાંકમાંથી રાજા થયો, પણ એ અમલ કંઈ તારા બાપદાદાની મૂડી નથી – વારસો નથી. હમણાં પુણ્યનું પાંદડું ખસતાં ખુરશી ખેંચાઈ જશે, ને બીજી એક વાત જ્ઞાનીએ કીધેલી તને કહું કે રાજેશ્રી તે નર્કેશ્રી. માત્ર અમલથી તારી કંઈ મહત્તા નથી.
E