________________
૪
આજે કોઇ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.
“શક્તિ વગરનું કૃત્ય કરું નહીં.” “કૃત્યનું પરિણામ જોઉં”.
આજે ધંધાસંબંધી કાર્યમાં કોઇની સાથે ભાગીદારીમાં જોડાવું હોય યા સ્વયં નવો વેપાર શરૂ કરવો હોય તો સંપત્તિ મારી કેટલી છે ? લાભ થશે કે હાનિ, નુકસાની ખમી શકીશ ? ‘કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે.” (વ.૨૩૨) માટે કાર્યની શરૂઆત કરતાં પ્રથમ વિચાર કરવો. વળી વિવેકથી સમય આજે કેવો છે તે વિચારજે. “મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળા થઇ ગયાં છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેને પ્રિય છે.’” માટે વિચારીને વર્તજે. “જે કૃત્ય કરવામાં પરિણામે દુઃખ છે, તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો.” “માનાર્થે કોઇ કૃત્ય કરું નહીં.” “કીર્થે પુણ્ય કરવું નહીં.’
66
૩૯