________________
જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર - દોષ થયા હોય તેની ક્ષમા ચાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર.
સ્ત્રીએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું એ તેને માટે હિતાવહ છે. તે ધર્મની સમજ માટે શ્રી સીતાજી, શ્રી દમયંતી વગેરે મહાસતીઓનાં ઉત્તમ લક્ષણો તથા ચરિત્રો જોજે. તે ઉચ્ચ કુળની સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવાં. ઉત્તમ સ્ત્રીઓ પતિ પર દાબ રાખે નહીં, કોઈ પુરુષ સાથે હસીને વાત કરે નહીં, ઉઘાડે શિરે બેસે નહીં, અમર્યાદાથી ચાલે નહીં. પતિને પરમેશ્વર માનવા, તેની પાસે નમ્રતા રાખી ભૂલ તરત સ્વીકારી લેવી. સમાન હક્ક નહીં માનવો. તેની આજ્ઞા પાળી, સેવા કરવી.
80 જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને
સંભારી જઇ આજના દિવસમાં પ્રવેશ કર. “પાપગ્રંથ ગૂંથું નહીં”, “વિરહગ્રંથ ગૂંથું નહીં”, “શાંત રસને નિંદુ નહીં”, “રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં”.
૩૫