________________
બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કરવી એટલે શું કરવું? નૉવેલ વગેરે શૃંગારના પુસ્તકો વાંચવાં નહીં, પિકચર જોવાં નહીં; ખોટી સોબત કરવી નહી. એથી ચિત્ત ચળે છે. એટલે મનશુદ્ધિ રહેતી નથી. તો પછી વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ કેમ રહે?
“જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે,
ત્યાં સુધી મનુષ્ય નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ સર્વસંસારની મોહિની રૂપ છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા દેતું નથી. મન અભ્યાસ કરીને જ જિતાય છે. તેનો મુખ્ય માર્ગ આ છે, કે તે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે
જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં.” (શિક્ષા. ૬૮).
જો અભ્યાસ વડે તું વિષયાસક્તિ ઓછી કરીશ તો તારી આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે.” (પુષ્પ ૮૫-૮૬) માટે આ ગુણ સર્વ ગુણમાં શિરોમણિ છે. જે મહાભાગ્યશાળીને તે ગુણ પ્રગટયો છે તેને દેવો અને
૩૩