________________
જ નથી. અરે ! વિદ્યા વિના હું મૂર્ખ રહીશ તો આજીવિકા કેમ ચાલશે? ટી.વી જોવાથી બાળમાનસમાં ખોટા સંસ્કાર પડે છે. તે સ્વચ્છંદી-સ્વતંત્ર વિચારનો, અભિમાની અને અક્કડ બનતો જાય છે. તેનામાં વિનય-વિવેક રહેતા નથી. વળી, એટલી તો સમજણ તેને આવી છે કે મારાં આ જન્મદાતા માતાપિતા છે, તેઓ મને પાળી-પોષીને મોટો કરે છે. તેમનો ઉપકાર ઘણો છે, માટે મારે તેમની આજ્ઞા માનવી જોઇએ. માટે કૃપાળુદેવ વિદ્યા અને આજ્ઞા ભણી દૃષ્ટિ કરાવે છે. તે જો લક્ષમાં રાખે તો સંસ્કારી બની શકે.
જો તું યુવાન હોય તો ઉધમ અને બહાચર્ચ
ભણી દૃષ્ટિ કર. યુવાનનું પ્રથમ શું કર્તવ્ય? તે સમજાવે છે કે તારે હમણાં તો ખરેખર ઉદ્યમ અને બ્રહ્મચર્ય ગુણ - આ જીવનની મૂળ મૂડી સાચવવાનું ધ્યાનમાં રાખવાનું છે. આ બે ઉમદાં રત્નો મેળવીશ તો તું આ ભવ અને પરભવમાં સુખી થઈશ. ધર્મ કમાવાનો ઉદ્યમ - પુરુષાર્થ પણ યુવાનીમાં જ થઈ શકે છે. કેટલાય મહાપુરુષો - બુદ્ધ ભગવાન વગેરે યુવાવયમાં જ ઘરબાર છોડીને ચાલી નીકળ્યા છે. યુવાની