________________
જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈત્યાદિ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાતાપ પણ થઈ શકે છે. આમ, એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.”
પ.કૃ. પ્રભુ ખંભાતવાસી મુમુક્ષુ ભાઈઓને ક્ષમાપના પત્ર પાઠવતા, વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી અરે ! ૯૦૦ ભવની જિંદગી પર જાણે ઊંડી દષ્ટિઅંતíનથી અવલોકન કરી રહ્યા છે. વ. ૧૨૮માં તે આપણને તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં લઈ જાય છે અને તે “ભવના બીજ તણો આત્યંતિક નાશ જો” એટલે સુધી, ભવના બીજ-રાગ દ્વેષનો નાશ કરાવનાર થાય એવી શૂરવીરતાનો પુરુષાર્થ પ્રેરે છે.
સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને
આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિરકૃત કરો.
“નિષ્ફળતા વિસ્તૃત કરો. જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.” (વ.૪૭)