Book Title: Prem Prvarutti
Author(s): Charitravijay
Publisher: Mahavir Jain Charitra Ratnashram

View full book text
Previous | Next

Page 7
________________ પ્રેમ એ ઉષ્મા, પ્રજવલન્ત આન્સર જ્યોતિ છે. પ્રેમ બે આત્માઓને આધ્યાત્મિક સંગ છે. પ્રેમ કલ્પનાત્મક અથવા તે. કયો કરાય એવા હેત નથી, પણ પોતે જાતે જન્મે છે; અને તેથી તે એટલે બધા તો કીંમતી છે કે, એની કીંમત પ્રેમ સિવાય બીજું કોઈજ આંકી શકતું નથી. પ્રેમ એ તે સ્વતંત્ર છે કે એના ઉપર કોઈ શાસન ચલવી શકતું નથી, માત્ર પ્રેમની જ સત્તા પ્રેમ ઉપર અમલ ચલાવી શકે છે. પ્રેમ સ્વભાવે એ તે સરળ અને ઉદાર છે કે જ્યાં એની કૃપા થાય ત્યાં તે સ્વસમર્પણ કરી દે છે. બેન જેનસન, પ્રેમના સુવર્ણ સાથે ડહાપણના ત્રાંબીઆની કિંમત કદાપિ સરખાવી શકાય તેમ છે જ નહીં. દુનિયા તો ભપકાદાર રીતે શણ-- ગારાયેલી એક કુમારિકા જેવી છે. અને જે પોતાને જાન કુરબાન કરે છે (પ્રેમમાં સ્વ-સમર્પણ) કરે છે તેને જ એ આધીન થાય છે. પ્રેમને સાગર એ એક એ સાગર છે કે જેને સીમાજ નથી. પ્રેમના શબ્દો એ એવા શબ્દો છે કે જેને પુરેપુરી રીતે વાણીમાં મૂર્ત સ્વરૂપ આપી શકાય નહીં. જીવનમાં તેજ ક્ષણ ધન્ય છે કે જે ક્ષણે હૃદયનું પ્રેમને સમર્પણ થાય છે પ્રેમના રસ્તા તે અજાયબ છે, અને તે અન્તર દૃષ્ટિ વિના જાણી શકાતા નથી. જેઓ માત્ર તર્કશક્તિ, કલ્પના, વાદવિવાદ, કે છટાથીજ પ્રેમની વાતો વિષે બોલે છે તેમને તે કશું જ કહેવાનું નથી–તેમને અમારી છેલ્લી સલામ છે. દિવાન ઈ હાફિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210