Book Title: Prem Prvarutti Author(s): Charitravijay Publisher: Mahavir Jain Charitra Ratnashram View full book textPage 6
________________ પ્રસ્તાવના પ્રેમથી મુક્તિ અને પ્રવૃત્તિ નિવૃત્તિ એ બને પુસ્તકે પ્રસિદ્ધવક્તા મુનિમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજની કલમથી લખાએલાં છે. બન્ને પુસ્તકનો ઉપઘાત પણ મહારાજશ્રીએ તેિજ લખેલ છે. દરેકને ઉપદ્યાત છે તે વિષયના આગલા ભાગમાં દાખલ કરવામાં આવેલ છે. વાચકેને અમે ખાસ ભલામણ કરીએ છીએ કે દરેકને ઉપોદઘાત પહેલાં વાંચી જ, કેમકે પુસ્તકના વિષયની સ્પષ્ટતા ઉપોદઘાત વાંચ્યા પછી વાંચનારને વધારે સરળ થઈ પડશે. આ બને પુસ્તકો પહેલાં છપાઈ ગએલાં પણ એની માંગણી એટલી બધી થઈ પડેલી કે તેની નકલે તરતજ ખપી જઈ આ પુસ્તક આ જમાનાને અનુકુલ હેવાથી અમારા સમયધર્મના ગ્રાહકેને ભેટ તરીકે આપવા અમોએ ખાસ વિચાર પૂર્વક પસંદ કરેલ છે. બન્ને પુસ્તકનું એક નામ પ્રેમ પ્રવૃત્તિ રાખવામાં આવેલ છે. હાલમાં વાર્તાઓનાં પુસ્તક ભેટ તરીકે આપવાનો રિવાજ વધારે પ્રચલિત છે એ અમે જાણીએ છીએ પણ અમારે ઉદેશ છે કે વાચકોમાં તાત્વિક ભાવના જાગે એ વધારે યોગ્ય છે, એમ લાગવાથી અમેએ આ પુસ્તક પસંદ કર્યું છે. અમારા સમયધર્મમાંના અગ્ર લેખે પણ નુતન પ્રકાશ પાડનારાજ અમે આપી રહ્યા છીએ એ વાચકોને સુવિદિત છે. લિ. પ્રગટ કર્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210