________________
(પ્રથમ આવૃત્તિમાં યથાવત ઉધૃત) છે ભવ્ય જીવોએ રાતે સૂવાના સમયે નીચે પ્રમાણે કરણી (વિચારણા)
કરવી જોઈએ છે ૧. હે જીવ! તું જાણે છે કે–જેવું કારણ હોય, તેવું જ કાર્ય થાય, કારણ કે કાર્યની વ્યવસ્થા કારણને જ આધીન છે. જે લીબડાનું બીજ વાવ્યું હોય, તે તેમાંથી ની બળી થાય, ને શેલડીના વાવેલા બીજમાંથી શેલડી થાય, તેવી રીતે દુઃખનું જે ભેગવવું, તે કાર્ય છે. તેના હિંસાદિ કારણોને સેવનારા છ જ દુઃખી થાય છે, અહિંસા, સત્ય વચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સતેષ), સમતા, સંયમ, ક્ષમા, નમ્રતા, સરલતા, વગેરે કારણેને સેવનારા પુણ્યશાલી ભવ્ય જીવ આ ભવમાં ને પરભવમાં જરૂ૨ સુખી થાય છે. તેમને દુ:ખ ભોગવવું પડતું નથી. કદાચ દુઃખને ભોગવવાનો સમય આવે, તો તે દુ:ખ લાંબો કાળ રહેતું જ નથી, એમ સમજીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર શાસનની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ મેળવજે. આ રીતે નિર્મલ વિચાર ઉચ્ચાર અને આચાર રૂપ ગને સાધનારા ભવ્ય છે જરૂર પિતાને અને બીજા જીવોને પણ ઉદ્ધાર કરી શકે છે.
૨. જે ભવ્ય જીવો રાગદ્વેષને તજે છે, તેઓ નિર્ભય બનીને વીતરાગ દશા અપૂર્વ આનંદ ભોગવવા પૂર્વક સંસાર સાગરને પાર જરૂર પામે છે.
૩. હું ત્રણ લેકના જીવને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનારા શ્રી વીતરાગ તીર્થંકર દેવને નમસ્કાર કરું છું.
૪. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દોરનારા ધર્મગુરુ) વિચારીને અનેક ભવ્ય જીવોને ધર્મોપદેશ દઈને સન્માર્ગમાં જેડી રહ્યા છે, તે દેશ-ગામ-નગરને ધન્ય છે.
પ. હું શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ શત્રને જીતનારા છે, વિશ્વમાં રહેલા છ વડે પૂજાયેલા છે. અને સત્ય બીનાને જણાવનાર તથા જગતના નું ભલું કરનારા છે.
૬. હું શ્રી સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ ધ્યાન રૂપી અનિથી કર્મરૂપી લાકડાંને બાળનારા છે. સર્વજ્ઞ સર્વદશી" છે, અને અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org